વાતાવરણ@ગુજરાત: ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ફરી એકવાર અમદાવાદમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદની સાથે મધ્ય ગુજરાત, ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે આકરી ગરમી પણ શરુ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. રાજ્યમાં તાપમાન 40 ડિગ્રીને પાર જતું રહ્યું છે. આમ છતાં આકરી ગરમી વચ્ચે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે અને તે પછી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે તારીખ 9થી 11 સુધી હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્રણ દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી બાદ રાજ્યના અમદાવાદ સહિતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

આ સાથે 12 એપ્રિલે હવામાન વિભાગે હળવો વરસાદથવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ સહિત આણંદ, વડોદરા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ થવાની આગાહી છે. આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

આ સાથે 13મી એપ્રિલે પણ અમદાવાદમાં વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. હવામાન વિભાગે આ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને દક્ષિણ ભાગના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ દરમિયાન બોટાદ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ થઈ શકે છે.