કાર્યવાહી@ભરૂચ: મધરાત્રે જિલ્લા પોલીસનું મેગા કોંમ્બિંગ, 200થી વધુ ગુનાઓ નોંધ્યા

 
Bharuch

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચ પોલીસે ગતરાતે ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાની જીઆઈડીસીમાં મેગા કોંમ્બિંગ હાથ ધર્યુ હતુ, અને 200થી વધુ ગુનાઓ નોંધ્યા છે. ભરૂચ, અંકલેશ્વર, દહેજ, જંબુસર, ઝઘડીયા, પાનોલી સહીત GIDC વિસ્તારોમાં જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કોમ્બીંગ કરવામાં આવ્યુ હતું.

133 વેર હાઉસ, બંધ કંપની, 128 લેબર કોલોની અને વસાહત ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. 121 વાહનો જપ્ત કરવામાં આવ્યા અને જાહેરનામા ભંગ સહિતના 200 થી વધુ ગુનાઓ દાખલ કરાયા છે. આ સાથે જ રૂપિયા 9500નો દંડ પણ વસુલાયો હતો.

 

આ કોમ્બિગમાં લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ, બોમ્બ ડીસ્પોઝ ટીમ ક્વીક રીસ્પોન્સ ટીમ, સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો મળી કુલ 24 પોલીસ ઇન્સપેક્ટ , 22 પોલીસ સબ ઇન્સ્પેકટર તથા 230 પોલીસ કર્મીઓ કોમ્બિંગમાં જોડાયા હતા.