કાર્યવાહી@મહેસાણા: LCBએ મેવડ ટોલનાકાથી દારૂ ભરેલી કાર ઝડપી, 6 લાખનો મુદ્દામાલ જપ્ત

 
Mevad

અટલ સમાચાર, ડેસ્ક 

મહેસાણામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી કરી છે. મેવડ ટોલ નાકે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂ ભરલી ગાડી કડી પહોંચે એ પહેલા જ ઝડપી લીધી હતી. પાડી હતી. પોલીસે 1 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ સહિત કુલ 6,18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણાના LCBને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી ગાડી વિદેશી દારૂ ભરી મહેસાણા થઈ કડી જવાની છે. જેથી બાતમી આધારે મેવડ ટોલ નાકે એલસીબીએ વોચ ગોઠવી હતી. દારૂ ભરેલી ગાડી આવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કારચાલકે ગાડી ભગાડતા પોલીસ દ્વારા પણ પીછો કરી ટોલનાકા આગળ કારને ઝડપી પાડી હતી. જોકે ગાડીમાંથી એક શખ્સ ફરાર થવામાં સફળ થયો હતો. જ્યારે ગાડીનો ચાલક પોલીસના હાથે ઝડપાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં પોલીસને 1,08,600 કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે પોલીસે દારૂ તેમજ એક ગાડી કિંમત 5,00,000, બે ફોન કિંમત 10,000 મળી કુલ 6,18,600 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કુરેશી અબ્દુલ રહુફ કાલુમિયાને ઝડપ્યો હતો.  આરોપી ઇસમે કહ્યું કે, આ ગાડી તેના મોટા ભાઈની છે. તેમજ આબુરોડ પરથી મનોહર સિંહ પારખાન સિંહ ડાભી તેમજ દેવડા મહાવીર સિંહ ગણપત સિંહ એ દારૂ ભરી આપ્યો હતો. આ વિદેશી દારૂ કડી મોકલી આપવાનો હતો. ગાડીમાંથી પોલીસને જોઈ ફરાર થઇ જનાર શખ્સ કાજી આલ્ફાજ ઉર્ફ મકો હોવાનું જણાવ્યું હતું.