વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગની આગાહી, તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધી શકે

 
Summer

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ધીરે ધીરે ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે આજે સૌથી વધુ ગરમી ઉત્તર ગુજરાતમાં નોંધાશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે જેને લઈને ગરમી વર્તાશે. જોકે આજે ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે જ્યારે અમદાવાદ 35 ડિગ્રી તાપમાન રહી શકે છે. અત્યારે રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલ શિયાળો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળશે. 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે. 2થી 3 ડીગ્રી તાપમાન વધી જશે. જેના કારણે ગરમીમાં વધારો થશે. અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 27 ફેબ્રુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 27 ફેબ્રુઆરીના ફરી 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે.