બ્રેકિંગ@ગુજરાત: હવામાન વિભાગની ગરમીને લઈ મોટી આગાહી, જાણો એક જ ક્લિકે

 
Weather forecast

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કાળઝાળ ગરમીના શરૂઆત થઇ ચૂકી છે. દિવસેને દિવસે પારો ઉચકાઇ રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આવામાં ગરમીને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. સાથે જ અમદાવાદવાસીઓને ગરમી માટે તૈયાર રહેવું પડશે. બે દિવસ બાદ અમદાવાદમાં ગરમીમાં આંશિક રાહત મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે અને કેટલા ડિગ્રી સુધી તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે.

ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે 2 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે. આજથી બે દિવસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલી 40.8 ડિગ્રી,અમદાવાદ. 40.5 ડિગ્રી, રાજકોટ. 40.3 ડિગ્રી અને ગાંધીનગર 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બાકીના સ્થળે 35થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગરમીને લઇને રાહત આપનારા સમાચાર એ છે કે, હાલ યલ્લો એલર્ટની કોઈ આગાહી નથી. તેમજ વરસાદની કોઇ આગાહી નથી. 41થી 43 ડિગ્રી તાપમાન હોય ત્યારે યલ્લો એલર્ટ આપવામાં આવે છે. ઉતરી દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે.