હવામાન@ગુજરાત: ગરમીને લઇ મોટી આગાહી, આગામી દિવસોએ તાપમાન વધવાની સંભાવના

 
Summer

અટલ સમાચાર, ડેસ્ક

ગરમીને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આજે 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 35થી 37 તાપમાન પહોંચવાની શકયતા છે. જ્યારે 48 કલાક બાદ ફરી 2થી 3 ડિગ્રી વધી જશે. આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે. સાથે જ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા હવામાન વભાગે આગાહી કરી છે.

રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે અને 3 દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થશે. જોકે, અત્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ પહોચ્યું છે. મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન પણ 17 ડિગ્રીએ પહોચ્યું છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત હોળી થતી હોય છે. હોળી બાદ મહત્તમ તાપમાન ધીમે-ધીમે વધતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે તો ફેબ્રુઆરી મહિનાથી તાપમાન વધવા લાગ્યું છે અને બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થાય છે. હવે 3 દિવસ બાદ ફરી તાપમાન વધશે.

જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, ફેબ્રુઆરીના એન્ડ અને માર્ચના પહેલા સપ્તાહમાં વાતાવરણ પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ સર્જાશે. સાથે જ માવડું થવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આ વર્ષે ઉનાળો આકરો રહેશે. માર્ચ મહિનામાં આકરી ગરમી રહેશે. 4 માર્ચથી ગરમી વધશે. માર્ચ મહિનામાં 40 ડીગ્રીથી ઉપર તાપમાન પહોંચી જશે. 13થી 14 માર્ચમાં હવામાનમાં પલટો આવશે. 18 માર્ચથી ગરમી વધશે. 26 માર્ચ આસપાસ વાદળો સર્જાશે. 25થી 26 દરિયા કિનારે પવનનું જોર રહેશે. માર્ચ મહિનામાં ગરમી, વાદળછાયું વાતાવરણ, દરિયા કિનારે પવન અને હવામાનમાં પલટા ઘણા આવશે.