વાતાવરણ@ગુજરાત: તો શું ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે ? જાણો હવામાન વિભાગની નવી આગાહી

 
Winter

અટલ સમાચાર,ડેસ્ક 

ગુજરાતમાં હાલ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. પરંતુ ફરી એક વખત ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇને નવી આગાહી સામે આવી છે. જે અનુસાર, રાજ્યમાં 2 દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો રહેશે. 48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન સક્રિય થશે. જ્યારે મહત્તમ તાપમાન ઊંચું હોવાથી બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સમયમાં વાતાવરણ સૂકું રહેશે. 48 કલાક બાદ વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. વેસ્ટન ડિસ્ટર્બનની અસર વાતાવરણ પર જોવા મળશે. 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. બીજી બાજુ, મહત્તમ તાપમાન ઊંચું હોવાના કારણે બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.

રાજ્યમાં હાલ લઘુત્તમ તાપમાનમાં ધીમે-ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. રાત્રે તથા વહેલી સવારે ઠંડીનો હળવો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 40ની નજીક પહોંચવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ફેબ્રુઆરીની શરુઆતમાં ઠંડીનું જોર ઘટવા લાગ્યું હતું જોકે, વહેલી સવારે તથા રાતના સમયે બરફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. જોકે, આગામી દિવસમાં તાપમાનમાં હજુ ઘટાડો થવાની સંભાવનાના કારણે ઠંડીનું જોર ફરી એકવાર વધશે.