કાર્યવાહી@સુરેન્દ્રનગર: મઢાદ ગામે ખનીજ માફિયાઓ બેફામ, 2.70 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ દાખલ
Updated: Oct 24, 2023, 15:34 IST
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં ખનીજમાફિયાઓ ફરી સક્રિય થયા છે. સાયલાના વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામે ગેરકાયદેસર ખનીજચોરી મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જોરાવર પોલીસ મથકે રૂપિયા 2.70 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. આ ખનીજ ચોરીની ફરિયાદ તો નોંધાઈ છે. આ મામલે ખનીજ વિભાગ કે સરકાર તરફથી કોઈ સખ્ત પગલું ભરવામાં આવશે કે નહીં તે હવે આગળ જોવાનું રહ્યું. ખનીજ માફિયાઓ બેફામ રીતે ખનીજની ચોરી કરતા રહેતાં હોય છે.
વિગતો અનુસાર મોટા મઢાદ ગામે ખનીજ માફિયાઓ દ્વારા કુલ 67 હજાર 117 મેટ્રિક ટનનું ગેરકાયદેસર ખોદકામ સામે આવ્યું છે. ફુલગ્રામ ગામના રમેશ જેરામભાઇ ડોબરા સામે અધિકારીઓ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી છે..અગાઉ આ જ જગ્યાએ જ ખોદકામ કરતા ખનીજ વિભાગના અધિકારીઓએ કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.