વિધાનસભા@ગુજરાત: ઇતિહાસમાં સૌપ્રથમ વાર ધારાસભ્યોની યોજાશે ક્રિકેટ ટુર્નામેન્ટ
Thu, 16 Mar 2023

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે જેમાં ધારાસભ્યો ક્રિકેટ મેચ રમશે. આ મેચ આગામી તા.20 તારીખે ધારાસભ્યોની ટુર્નામેન્ટ યોજાશે. ધારાસભ્યોની ટીમમાં વિધાનસભાના અધિકારી અને કર્મચારીઓ પણ જોડાશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ધારાસભ્યોની 9 ટીમ બની છે. આ મેચ તા.20મી વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મેચનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ મેચ ગાંધીનગર ના સેક્ટર 21 ખાતે બનેલા નવા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
રાજ્ય સરકારની નવી સરકારી પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ શાળા શરૂ કરવા મામલે ઉદાસીનતા જોવા મળી છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે બોટાદ, ભરૂચ, જામનગર અને દેવભૂમિ દ્રારકામાં શિક્ષણ વિભાગે એક પણ નવી પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ શાળાને મજૂરી આપવામા આવી નથી.