સંવેદના@હિમાચલ: વરસાદથી તબાહી, મૃતકોના પરિવારજનો માટે મોરારીબાપુએ કરી સહાયની જાહેરાત

 
Morari Bapu

અટલ સમાચાર, ડેસ્ક

હિમાચલમાં વરસાદે છેલ્લા કેટલાય દિવસોથી તબાહી મચાવી છે. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદને કારણે જાનમાલનું બહુ મોટા પાયાનું નુકસાન થયું છે. ભારે વરસાદ અને તેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે, પરંતુ આ વખતે 13 થી 16 ઓગસ્ટ વચ્ચે આવી ઘટનાઓ વધુ જોવા મળી છે. હિમાચલમાં ભૂસ્ખલનને કારણે અનેક લોકોના મોત થયા છે. રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણું નુકસાન થયું છે. ત્યારે રારીબાપુએ લોકો માટે સહાયની જાહેરાત કરી છે

તાજેતરના અહેવાલો અનુસાર એકલા હિમાચલ પ્રદેશમાં જ 7000 કરોડ થી વધુ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સીમલા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદને કારણે જમીન અને મકાનોનું મોટે પાયે ધોવાણ થયું છે. અને એને લીધે 60 થી વધુ લોકોના મૃત્યુ પણ થયા છે. મૃત્યુનો કુલ આંકડો ઘણો વધે તેવી આશંકા પણ સેવાઈ રહી છે. મોરારીબાપુએ આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે. અને પ્રત્યેક મૃતકના પરિજનોને 15,000 પ્રમાણે કુલ મળીને 9 લાખ રૂપિયાની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે.

હિમાચલ પ્રદેશના સ્થાનિક અધિકારીઓ પાસેથી મૃતક લોકોની અને તેમનાં નજીકના સ્વજનોની વિગતો મેળવવામાં આવી રહી છે. અને રામકથાના હિમાચલ પ્રદેશના શ્રોતાઓ દ્વારા આ સહાયતારા રાશિ પહોંચતી કરવામાં આવી રહી છે. બાપુએ આ તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે.