નિર્ણય@ગુજરાત: ભારે વરસાદને પગલે 15થી વધુ ટ્રેનને રદ કરાઇ, જાણો એક જ ક્લિકે
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં ભારે વરસાદને પગલે ભરૂચ-અંકલેશ્વરના રેલ્વે વ્યવહારને અસર થઇ છે. અંકલેશ્વર વચ્ચે 502 નંબરના બ્રિજ પર પાણીનું લેવલ વધતા રેલ્વે વ્યવહાર પર અસર થઇ છે. ભારે વરસાદને પગલે 15થી વધારે ટ્રેનને રદ કરવામાં આવી છે. જરૂર જણાય તે પ્રમાણે ટ્રેનોની અવરજવર પર પ્રતિબંધ અથવા ફેરફાર થઇ શકે છે.
વરસાદને કારણે આ 15 ટ્રેનને રદ કરવામાં આવી છે. જેમાં 22953 (મુંબઇ-અમદાવાદ), 20901 (મુંબઇ-ગાંધીનગર વંદે ભારત), 20902 (ગાંધીનગર-મુંબઇ વંદે ભારત), 12009 (મુંબઇ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ), 12010 (અમદાવાદ-મુંબઇ), 19015 (દાદર-પોરબંદર), 12934 (અમદાવાદ-મુંબઇ), 12932 (અમદાવાદ-મુંબઇ), 82902 (અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસ), 22954 (અમદાવાદ-મુંબઇ), 12933 (મુંબઇ-અમદાવાદ), 12931 (મુંબઇ-અમદાવાદ), 82901 (મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ), 12471 (બાંદ્રા ટર્મિનલ-શ્રી મારા વૈષ્ણોદેવી કટરા સ્વરાજ એક્સપ્રેસ), 12925 (બાંદ્રા ટર્મિનલ-અમૃતસર) અને 09172 (ભરૂચ-સુરત)નો સમાવેશ થાય છે.
ગઇ કાલે પણ રદ કરવામાં આવી હતી કેટલીક ટ્રેન
રાજ્યમાં ભારે વરસાદને કારણે અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ સહિતના વિસ્તારોમાં જળસ્તર વધ્યું હતું. આ વિસ્તારમાં પાણીની આવકમાં વધારો થતા ભયજનક સ્થિતિ જોવા મળી હતી જેને કારણે વાહન વ્યવહાર અને ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો.વડોદરામાં પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આવેલ બ્રિજ નંબર 61 અને 76 પર પાણીનું જોખમી સ્તર વટાવતા ટ્રેન વ્યવહારને અસર થઇ હતી અને 8 ટ્રેનને રદ કરવામાં આવી હતી.