બ્રેકિંગ@સમી: એરંડાના કુણા પાન ખાતા-ખાતા અચાનક 40થી વધુ ઘેટાંના મોત

અટલ સમાચાર, ડેસ્ક
પાટણ જિલ્લામાં ફરી એકવાર ઘેટાઓના મોતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સમી તાલુકાના ચડિયાણા ગામે એરંડાના કુણા પાન ખાતા 40થી વધુ ઘેટાંના અચાનક મોત નિપજ્યા છે. આ તરફ ઘટનાને પગલે માલધારી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. નોંધનીય છે કે, ખેતરમાં ઘેટાં ચરી રહ્યાં હતા જે દરમિયાન અચાનક જ ઝેરી અસર થતા ઘેટાંના મોત થવા લાગતાં ચકચાર મચી ગઈ છે.
પાટણ જિલ્લાના સમી તાલુકાના ચડિયાણા ગામેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ઘેટાં ઘાસચારો ચારતા ચારતા એક ખેડૂતના ખેતરમાં પહોંચી ગયા હતા. જ્યાં એરંડાના પાકના કુણા પતા ખાઈ રહ્યા હતા ત્યારે અચાનક 40થી વધુ ઘેટાંના મોત થયા છે. એરંડાનાઅ ખેતરમાં ઠેર-ઠેર મૃત હાલતમાં ઘેટાં જોવા મળતા ચકચાર મચી ગઈ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આ તરફ એરંડાના ખેતરમાં 40 જેટલા ઘેટાંઓના મોતની ઘટનાને લઈ ઘેટાંના મલિકેને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.