અપડેટ@ગુજરાત: 34 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ, સૌથી વધુ અહીં 4.5 ઈંચ ખાબક્યો
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યના 34 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 34 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. સૌથી વધુ કચ્છના રાપરમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. મોરબીના માળિયામાં 3.5 ઈંચ, જામનગરમાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. મોરબીના માળીયામાં 3.5 ઇંચ, જામનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ, મોરબીમાં 3 ઇંચ, હળવદમાં 3 ઇંચ અને ટંકારામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. હજુ રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહી છે. 20 તારીખ સુધી વરસાદનું જોર યથાવત રહેશે. જેમા પંચમહાલ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજના દિવસે રાજ્યના 34 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમા સૌથી વધુ વરસાદ કચ્છના રાપરમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. મોરબીના માળીયામાં 3.5 ઇંચ, જામનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ, મોરબીમાં 3 ઇંચ, હળવદમાં 3 ઇંચ અને ટંકારામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ તરફ વડોદરાના પાદરામાં 2.5 ઇંચ વરસાદ, વાંકાનેરમાં અઢી ઇંચ, જામનગરના ધ્રોલમાં 2 ઇંચ વરસાદ અને બારડોલીમાં 2 ઇંચ અને પોરબંદરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ 20 તારીખ સુધી વરસાદનું જોર યથાવત રહેશે. જેમા પંચમહાલ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, બોડેલી, ખેડા જિલ્લામાં વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, માલપુરમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે આગામી 48 કલાકમાં અમદાવાદ,ગાંધીનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર,પોરબંદર, દ્વારકામાં વરસાદ થવાની વકી સેવાઈ રહી છે.