રિપોર્ટ@ગુજરાત: મોટેરાથી ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ-2નું કામ પૂર્ણતાના આરે, જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ ?
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદ મેટ્રો રેલના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-મોટેરાથી ગાંધીનગર સેક્શન પ્રોજેક્ટ ફેઝ-2 પૂર્ણતાને આરે છે. કેબલ સ્ટેડ બ્રિજનો સેન્ટ્રલ સ્પાન 145 મીટર અને એન્ડ સ્પાન 79 છે મીટર અને 28.1 મીટર ઊંચાઈના બે તોરણ છે. આ તોરણનું કામ અને કુલ 105 સેગમેન્ટના વિભાગો રેકોર્ડ સમયમાં પૂર્ણ થયા છે અને બ્રિજનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે, જેના પગલે ટ્રેક અને ત્રીજી રેલ વગેરેનનું ઈન્સ્ટોલેશનપૂર્ણ કરવામાં આવશે. ફેઝ-2 પર માર્ચ/એપ્રિલમાં ટ્રેનની ટ્રાયલ શરૂ થવાની ધારણા છે.
અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન 12 મિનિટનાં અંતરે સવારે 7:00 કલાક થી રાત્રીના 10:00 કલાક સુધી હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ કાર્યરત છે. સમાજના વિવિધ વર્ગોની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. ના સત્તાધિકારીઓ દ્વારા પ્રાયોગિક ધોરણે મેટ્રો રેલ સેવાઓ ને નિયમિત સમય કરતાં અડધો કલાક વહેલા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે જે અંતર્ગત ઉપરોક્ત બન્ને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી (એટલે કે વસ્ત્રાલ ગામ, થલતેજ, એ.પી.એમ.સી. અને મોટેરા) બે વધારાની ટ્રેન દોડાવવામાં આવશે. જેમાં પ્રથમ ટ્રેન સવારે 6:20 કલાકે ઉપડશે તથા બીજી ટ્રેન 6:40 કલાકે ઉપડશે. ત્યારબાદ સવારના 7:00 કલાકથી મેટ્રો સેવાઓ રાબેતા મુજબ 12 મિનિટ ના અંતરે કાર્યરત રહેશે.