બનાવ@ડભોઇ: બહેનને મળવા ગયેલા ભાઈનું રહસ્યમય મોત, નદીના પટમાંથી મૃતદેહ મળતા તર્ક-વિતર્ક

 
Vadodara

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરણેટ પાસેથી પસાર થતી ઓરસંગ નદી ના પટ માંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ ને સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.જાણવા મળતી માહિતી મુજબ આ યુવાન પોતાની બહેનને મળી પરત ફરી રહ્યો હતો. પરંતુ આ યુવાને આપઘાતકર્યો છે કે અકસ્માતે મોત નિપજ્યું છે. જે રહસ્ય અકબંધ છે. પરંતુ તે પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે.

પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નરેશ વસાવા પોતાની મોટરસાઇકલ લઈને બહેનને મળવા માટે ગયો હતો. ત્યારબાદ પરત ફરતી વખતે કરણેટ ઓરસંગ નદી બ્રિજની નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ આ યુવાને બ્રિજ ઉપરથી છલાંગ લગાવી આપઘાત કર્યો કે પછી અકસ્માતે મોત નિપજ્યું એ વાત હાલ અકબંધ છે. પરંતુ પોલીસે આ અંગે વઘુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

જાણવા મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના તણખલા ગામે રહેતા નરેશ રમેશભાઈ વસાવાનો કરણેટ ઓરસંગ નદીના પટમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ ડભોઇ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશ ઉપર કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ઘરી હતી.