ઘટના@ગુજરાત: UPSCની તૈયારી કરતી યુવતી રાત્રે મોડે સુધી વાંચ્યા બાદ સવારે ઉઠી જ નહીં, રહસ્યમય મોત

 
Surat Civil

અટલ સમાચાર, ડેસ્ક

UPSCની તૈયારી કરતી યુવતીનું રહસ્યમય મોત થયું છે. આ ઘટના સુરતના ઓલપાડના કોસમ ગામની છે. વિદ્યાર્થિની અમી પટેલ UPSCની તૈયારી કરતી હતી. વિદ્યાર્થિની મોડી રાત સુધી વાંચતી હતી, જ્યારે સવારે ઉઠાડવા જતાં યુવતી ઉઠી ન હતી. જે બાદ પરિવારજનોએ યુવતીને ખાનગી હોસ્પિટલ ખસેડી હતી. ખાનગી હોસ્પિટલથી યુવતીને સિવિલ હોસ્પિટલ લવાઈ હતી. સિવિલના તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી. સિવિલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવી શકે છે.

 

સુરતના ઓલપાડમાં UPSCની તૈયારી કરતી 21 વર્ષીય યુવતીનું રહસ્યમય મોત થયું છે. ઓલપાડમાં કોસમ ગામની યુવતી અમી પટેલનું રહસ્યમય મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ગત મોડીરાત સુધી યુવતી UPSCની પરીક્ષાની તૈયારી કરતી હતી. વહેલી સવારે માતાએ ઉઠાડવા જતા વિદ્યાર્થિની ન ઉઠતા પરિવાર દ્વારા યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. ખાનગી હોસ્પિટલમાંથી યુવતીને સુરત સિવિલ હોસ્પિટલ રિફર કરાઈ હતી. જ્યાં સિવિલ હોસ્પિટલના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી.

આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકની લહેર છવાઇ ગઇ છે. જ્યારે હાલ યુવતીની મોત પાછળનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સિવિલ હોસ્પિટલમાં યુવતીનું પી.એમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પીએમ રિપોર્ટ આવ્યા પછી યુવતીના મોતની સાચી હકીકત બહાર આવશે. હવે જોવાનું રહ્યું કે, રિપોર્ટમાં યુવતીના રહસ્યમ મોત અંગે શું ખુલાસા થશે.