આનંદો@ગુજરાત: સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 ગેટ ખોલાયા, આ ગામો માટે એલર્ટ જાહેર

 
Narmda Dam

અટલ સમાચાર, ડેસ્ક

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના ગેટ ખોલાયા છે. આજે બપોરે 12 વાગ્યે નર્મદાના ડેમના 10 ગેટ ખોલાયા છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.82 મીટરે પહોંચી છે, જ્યારે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મધ્યપ્રદેશના ઈન્દિરાસાગર ડેમના 12 ગેટ 10 મીટર ખોલાયા છે, જ્યારે ઈન્દિરાસાગર ડેમમાંથી 11.64 લાખ સ્યૂસેક પાણી છોડાયું છે. પાણી છોડાતા સરદાર સરોવર ડેમમાં આવક વધી છે.

નર્મદા ડેમમાંથી શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના પગેલ નર્મદા, ભરૂચ, વડોદરાના કાંઠાના ગામોને તાકીદ કરાઈ છે. પાણીની આવક 5,80,000 ક્યૂસેક છે. ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ 10 મીટર ખોલાયા અને પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 11.64 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી છે.

સવારે 11 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.82 મીટરે નોંધાઈ હતી, જ્યારે મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરાંત પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. જ્યારે સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાયા છે. શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. 1 કલાકથી 3.95 લાખ ક્યૂસેક પાણી છોડાશે, જે તબબક્કાવાર વધારીને 8.45 લાખ ક્યૂસેક સુધી છોડવામાં આવી શકે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. નોંધનીય છે કે, હાલ 5,80,000 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.