ઘટના@કેનેડા: ટોરેન્ટોમાં કાર્બન મોનોક્સાઈડ ગેસની અસરને કારણે નવસારીના વિદ્યાર્થીનું મોત
Dec 22, 2023, 11:09 IST

અટલ સમાચાર, ડેસ્ક
કેનેડાના ટોરેન્ટોમાં રહેતા ગુજરાતી યુવકનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ટોરેન્ટોમાં એમના ઘરના ગેરેજમાં પાર્ક કરેલી કારમાં હિટર ચાલુ રહી જતા કાર્બન મોનોક્સાઈડ ગેસ પેદા થતા ઘરમાં રહેલા સાત લોકોને ગેસની અસર થઈ હતી. જેમાં એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. જેના પગલે તેના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામના વિદ્યાર્થીનું કેનેડાના ટોરેન્ટોમાં એમના ઘરનાં ગેરેજમાં મુકેલી કાર ચાલુ રહી જતા કાર્બન મોનોક્સાઈડ ગેસ પેદા થતા ઘરમાં રહેલા સાત લોકોને ગેસની અસર થઈ હતી. જેમાં નીલ પટેલ નામના વિદ્યાર્થી મોત નિપજ્યું છે. છ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.