નવસારીઃ કોંગ્રેસ અગ્રણી પર જીવલેણ હુમલો, એક ઝડપાયો
અટલ સમાચાર, નવસારી
નવસારી શહેરના દરગાહરોડ વિસ્તારની સુરતના 2 વ્યક્તિએ કોંગ્રેસના અગ્રણી પર કટાક્ષાત્મક હથિયારથી હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે પછી તેમને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં દાખલ કરાવામાં આવ્યા હતા. આ કટાક્ષાત્મક હથિયારથી હુમલો કરનારા માથી એક વ્યક્તિને ત્યાંનીપબ્લીકે પકડીને માર માર્યો હતો. નવસારીના દરગાહરોડ વિસ્તારમાં ફારૂક ગુલામ શેખ કોંગ્રસના અગ્રણીનું રહેઠાણ આવેલ છે.
મંગલવારની સાંજે સુરતથી આવેલા 2 વ્યક્તિએ ફારૂક શેખ ઉપર કટાક્ષાત્મક હથિયાર વડે ગાળાના ભાગે હુમલો કરીને નાસી ગયા હતા. જ્યારે આ હુમલાને ઈજા આપીને ભાગતા એકને ત્યાંના લોકોએ પકડી પાડીને ખુબ માર મારતા આરોપીને પણ હોસ્પિટલે દાખલ કરાયો હતો. આ હુમલામાં ફારૂક શેખને ગાળાના ભાગે ચપ્પાના ઘા મારતા તાત્કાલિક તેને ઓપરેશન કરવામાં આવ્યું હતુ. સમગ્ર ઘટનાને અંજામ. આપીને નાસતા વ્યક્તિઓ સી.સી.ટી.વી.માં કેદ થઈ ગયા છે.