કાર્યવાહી@નવસારી: 1 કરોડ રોકડ સાથે 3 ઝબ્બે, હવાલાના રૂપિયાની આશંકા

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગણદેવી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક કરોડ રૂપિયાની રોકડ સાથે ત્રણ યુવકોની ધરપકડ કરી છે. આ રૂપિયા હવાલાના હોવાની શક્યતા છે. આ યુવકો નાસિકથી પૈસા લઈને સુરત જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યા હતા. જપ્ત કરાયેલી રોકડ એક કરોડ જેવી હોવાથી ગણદેવી પોલીસે મામલતદાર સહિત સ્ટેટ
 
કાર્યવાહી@નવસારી: 1 કરોડ રોકડ સાથે 3 ઝબ્બે, હવાલાના રૂપિયાની આશંકા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગણદેવી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક કરોડ રૂપિયાની રોકડ સાથે ત્રણ યુવકોની ધરપકડ કરી છે. આ રૂપિયા હવાલાના હોવાની શક્યતા છે. આ યુવકો નાસિકથી પૈસા લઈને સુરત જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યા હતા. જપ્ત કરાયેલી રોકડ એક કરોડ જેવી હોવાથી ગણદેવી પોલીસે મામલતદાર સહિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓને સાથે રાખી રૂપિયાની ગણતરી હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવસારીની ગણદેવ પોલીસે જપ્ત કરેલા રોકડા રૂપિયા હવાલાની હોવાની આશંકાએ ધરપકડ કરવામાં આવેલા ત્રણેય યુવકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ત્રણેય ચલણની નોટો મહારાષ્ટ્રમાંથી લઈને સુરત જઈ રહ્યા હતા. પકડાયેલી રકમ ખૂબ વધારે હોવાથી પોલીસે રૂપિયાની ગણતરી માટે નોટો ગણવાના મશીનનો ઉપયોગ કર્યો હતો. પોલીસ તરફથી જે રોકડ જપ્ત કરવામાં આવી છે તેમાં 2000, 500, 200 અને 100 રૂપિયાની ચલણી નોટો સામેલ છે.

કાર્યવાહી@નવસારી: 1 કરોડ રોકડ સાથે 3 ઝબ્બે, હવાલાના રૂપિયાની આશંકા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એક તરફ કોરોનાને કારણે ધંધા રોજગાર બંધ છે અને આર્થિક તંગી છે ત્યારે આટલી મોટી રોકડ ક્યાંથી આવી તે મોટો સવાલ છે. આ જ કારણે પોલીસને આ રૂપિયા હવાલાના હોવાની આશંકા છે. પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે, પોલીસે આ ત્રણેય યુવકોની નેશનલ નંબર 48 પરથી એંધલ ગામ ખાતેથી ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા ત્રણેય યુવકો નવસારીના હોવાનું કહેવામાં આવી રહ્યં છે. જોકે, આ મામલે પોલીસ તરફથી કોઈ જ અધિકારિક પુષ્ટિ નથી કરવામાં આવી.