બ્રેકિંગ@ગુજરાત: હવામાન વિભાગની નવી આગાહી, શું રાજ્યમાંથી માવઠું લેશે વિદાય?

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં હાલ દરરોજ પલટાતા વાતાવરણની વચ્ચે આજે હવામાન વિભાગે એક આગાહી કરી છે. જેમાં જણાવ્યુ છે કે, આગામી 24 કલાક સામાન્ય કમોસમી વરસાદ શક્યતા છે. જે બાદ ગરમીમાં ધીરે ધીરે વધારો થશે. જોકે, રાજ્યમાં હાલ થોડા દિવસ માવઠું કે કરા પડવાની શક્યતા નથી.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ કે. આગામી 24 કલાક કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. જે બાદ ધીરે ધીરે ગરમીમાં વધારો થઇ શકે છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારીના વિસ્તારોમાં સામાન્ય કમોસમી વરસાદની શકયતા છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ કે, અન્ય શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહીં થાય. પરંતુ 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. જે બાદ બે દિવસ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે.
આ સાથે મનોરમા મોહન્તીએ વધુમાં જણાવ્યુ કે, આજ સાંજ સુધી મોટાભાગના વિસ્તારોમાંથી વાદળો હટી જશે. જે બાદ ધીરે ધીરે તાપમાન વધશે. જે બાદ તાપમાનમાં હાલ કોઇ બદલાવ નહીં આવે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, ભુજ, ડિસા, વેરાવળમાં આકાશ ચોખ્ખું જ રહેશે. અહીં વાદળછાયા વાતાવરણની કે વરસાદની આગાહી નથી.