કવાયત@ગુજરાત: હાઇકોર્ટ દ્વારા કોર્ટ કામકાજનો સમય બચાવવાની દિશામાં નવતર પહેલ
Updated: Sep 4, 2023, 17:24 IST
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટ કામકાજનો સમય બચાવવાની દિશામાં આ નવતર પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં હવેથી કેસના દિવસે અર્જન્ટ હીયરિંગ માટે હવેથી વકીલો ઓનલાઇન રિક્વેસ્ટ મોકલી શકશે. કોર્ટના ચાલુ દિવસમાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી શકાશે.
ઓનલાઇન રિક્વેસ્ટ મળ્યા બાદ સંલગ્ન કોર્ટમાં કેસના અરજન્ટ હિયારિંગ માટે કેસ મુકવામાં આવશે. જો કેસમાં તાકીદે સાંભળવાની જરૂરિયાત જણાય તો કોર્ટ એ જ દિવસે કેસને સાંભળવામાં આવશે અને જો તાકીદે સાંભળવાની જરૂરિયાત ન હોય તો કોર્ટ જે તારીખ આપે તે તારીખ અથવા કેસમાં સિસ્ટમ જનરેટેડ તારીખે સુનાવણી નિયત કરવામાં આવશે.