ઘટના@અમદાવાદ: 10માં માળેથી નીચે ફેંકી નવજાત બાળકની હત્યા, પોલીસ થઈ દોડતી

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બાળકને 10માં માળેથી નીચે ફેંકી હત્યા કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાંદખેડાની સ્કાય વોક એપાર્ટમેન્ટનો આ બનાવ છે. પોલીસ કંટ્રોલમાં મેસેજ મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.
ચાંદખેડાની સ્કાય વોક એપાર્ટમેન્ટમાં નવજાત બાળકની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ નવજાત બાળકની હત્યા કોણે કરી? તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કહી શકાય કે, આ સોસાયટીના શંકાસ્પદ લોકોનું ડીએનએ કરાવવામાં આવી શકે છે. જેથી ખ્યાલ આવી શકે કે આ બાળક કોનું છે.
સૂત્રો જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો. જે બાદ પોલીસ દોડતી થઇ છે અને બાળક કોનું હતું અને હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. સાથે જ તાજેતરમાં કોની-કોની ડિલિવરી થઇ છે, તેની વિગત પણ મેળવવામાં આવી રહી છે.