બ્રેકિંગ@ગુજરાત: AAPમાંથી રાજીનામું આપનાર નિખિલ સવાણીએ કર્યા કેસરિયા, જાણો શું કહ્યું ?
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાંથી ગઈકાલે 11 નવેમ્બરે રાજીનામું આપનાર યુવા નેતા નિખિલ સવાણી આજે ભાજપમાં જોડાઈ ગયા પાર્ટીનો યુવા ચહેરો નિખિલ સવાણીએ રાજીનામું આપી દીધું હતું. મહત્વનું છે કે, ખુદ નિખિલ સવાણીએ પોતે રાજીનામાંની જાહેરાત કરી છે. રાજીમામાં પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યું છે કે, તેઓ આમ આદમી પાર્ટીના તમામ પદ અને હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.
નિખિલ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા પહેલા કોંગ્રેસમાં હતા, તે યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ હતા. નિખિલ સવાણીને કોંગ્રેસના નેતાઓ પર પક્ષપાતનો આરોપ લગાવ્યા બાદ યુથ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા, જે બાદ જુલાઈ 2021માં નિખિલ સવાણી ઈસુદાન ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા. ગઈકાલે 11 નવેમ્બરે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર યુવા નેતા નિખિલ સવાણી આજે ભાજપમાં જોડાઈ ગયા છે. નિખિલ સવાણીએ પોતે આ અંગે જાહેરાત કરી છે. સોશિયલ મીડિયામાં તેમણે લખ્યું છે કે, આજરોજ દિવાળીના શુભ દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે હું ભારતીય જનતા પાર્ટી પરિવારમાં સામેલ થયો છું.