અપડેટ@ગુજરાત: સાળંગપુર વિવાદમાં હવે વકીલ દ્વારા સ્વામીનારાયણ મંદિરોને નોટીસ, જાણો અહીં

 
Sarangpur

અટલ સમાચાર, ડેસ્ક

સાળંગપુરમાં હનુમાનજીને દાસ દર્શાવતા ભીંતપત્રનો વિવાદ હવે કાયદાકીય રંગ પકડી રહ્યો છે અને રાજકોટના વકીલ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.રાજકોટના વકીલ રવિ રાઠોડે હનુમાનજીના દાસ તરીકેના વિવાદિત ભીંત પત્ર, પોસ્ટર તેમજ યુ-ટ્યુબ ચેનલમાં ભગવાન શંકર તથા માતા પાર્વતીના અપમાનજનક એપિસોડથી હિન્દુ સનામત ધર્મનું અપમાન થતું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા બાબતે લીગલ નોટીસ ફટકારવામાં આવી છે. રાજકોટના વકીલ દ્વારા સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, કુંડળ ધામના સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, વડતાલના સ્વામિનારાયણ મંદિર, પોઈચા સ્થિત નિલકંઠ ધામને નોટીસ ફટકારવામાં આવી છે.