વાતાવરણ@ગુજરાત: ફરી એકવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવે..... જાણો હવામાનની નવી આગાહી

 
Weather forecast

અટલ સમાચાર, ડેસ્ક

2023 જાન્યુઆરી મહિનાથી સતત તાપમાન અને વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. ગ્લોબલ વોર્મિગ અને ક્લાયમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઇ રહી છે. સાથે વાતાવરણમાં બદલાવ માટે અનેક પરિબળો જવાબદાર છે. જોકે ચાલુ વર્ષે વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવ્યા જેના કારણે કમોસમી વરસાદ થયો અને કૃષિ પાકને પણ નુકસાન થયુ છે.

ગુજરાતમાં એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડે છે. પરંતુ ચાલુ વર્ષે તાપમાન સામાન્ય રહ્યુ છે. એપ્રિલ મહિના હિટવેવ પણ રહે છે પરંતુ ચાલુ વર્ષે 27 એપ્રિલ સુધીમાં માત્ર એક વખત હિટવેવની આગાહી આવી હતી. તે પણ કચ્છના માત્ર એકાદ વિસ્તારમાં અને અન્ય શહેરોનું તાપમાન સામાન્ય રહ્યુ. વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે હિટવેવની ફિક્વન્સી ઘટી છે.

આગામી 4 દિવસ હજુ પણ ગરમી પડવાની નથી. કારણ કે ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ છે. જેના કારણે અરબી સમુદ્રનો ભેજ ગુજરાત પર આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. અમુક વિસ્તારમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. જેના કારણે તાપમાનમાં પણ બેથી ત્રણ ડીગ્રી ઘટી જશે.