દુર્ઘટના@ઊંઝા: મધરાત્રે ગરીબ રથ એકસપ્રેસ ટ્રેનની અડફેટે અજાણ્યા વૃદ્ધનું મોત
Updated: Feb 25, 2023, 17:04 IST

અટલ સમાચાર, ડેસ્ક
ઊંઝા રેલવે સ્ટેશન પાસે મધરાત્રે એક્સપ્રેસ ટ્રેનની ટક્કરે એક વૃધ્ધનું મોત થયાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ઊંઝા રેલવે ફાટક પાસે મોડી રાત્રે પસાર થતી એકસપ્રેસ ટ્રેનની હડફેટે અજાણ્યા વૃદ્ધને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ તરફ ઘટનાને લઈ મહેસાણા રેલવે પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.
મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે પસાર થતી રેલ લાઈન પર રાત્રે ફાટક નંબર 201 પર પસાર થતી ગરીબ રથ એકસપ્રેસ ટ્રેન નંબર 12215 પસાર થઈ રહી હતી. આ દરમ્યાન અજાણ્યા 65 વર્ષીય વૃદ્ધને ટક્કર વાગતા શરીરએ ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઈ ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ રેલવે પોલીસે ઘટના સ્થળે જઇ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.