દર્દનાક@ગોંડલ: હાઇવે પર ડમ્પરની અડફેટે વૃદ્ધનું મોત, શરીરના ટુકડા થઈ ગયા

 
Accident

અટલ સમાચાર, ડેસ્ક

ગોંડલ હાઇવે પર ફરીથી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર ડમ્પરે બાઇકને અડફેટે લેતા ટુ વ્હિલર પર જઇ રહેલા વૃદ્ધનું મોત નીપજ્યુ છે. આજે વહેલી સવારે રોડ ક્રોસ કરતી વખતે ડમ્પરે બાઇકને અડફેટે લેતા મોત નીપજ્યુ છે. જોકે, આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ગોઝારા અકસ્માતને કારણે મૃતકના શરીરના બે ટુંકડા થઇ ગયા હતા. હાલ બાઇકચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રાજકોટના ગોંડલ હાઇવે પર ડમ્પરે બાઇકને અડફેટે લીધું છે. આ બાઈકનો નંબર જીજે 3ડીઆર 3609 છે. આ બાઇક પર રસ્તો ક્રોસ કરી રહેલા 65 વર્ષના વલ્લભભાઈ બાલુભાઈ શેખલીયાનું મોત નીપજ્યુ છે. વહેલી સવારે આ અક્સમાત સર્જાતા સ્થાનિકો પણ એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. હાલ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે.