કાર્યક્રમ@ગાંધીનગર: દશેરાના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને શસ્ત્ર પૂજન કર્યુ
Updated: Oct 24, 2023, 15:20 IST
અટલ સમાચાર, ડેસ્ક
આજે દેશભરમાં દશેરાનો તહેવાર મનાવાઇ રહ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રસંગે પોતાના નિવાસ સ્થાને શસ્ત્ર પૂજન કર્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માથા પર સાફો પહેરીને આજે સવારે પોતાના નિવાસ સ્થાને વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે શસ્ત્ર પૂજન કર્યુ હતુ.સી.એમ સુરક્ષા પરિવારના સુરક્ષાકર્મીઓની સાથે શસ્ત્રપૂજન કર્યું. શાસ્ત્ર એ જ્ઞાનનું પ્રતીક છે.