દુર્ઘટના@મહેસાણા: મામા-ભાણા નડ્યો અકસ્માત, બાઇક સ્લીપ થઈ જતાં એકનું ઘટના સ્થળે જ મોત

 
Mehsana Accident

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તેવામાં મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલ ભાંડુ પાસે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મામા પોતાની સાળીના ઘરે જતા હતા એ દરમિયાન ભાણાને પણ સાથે બાઈક પર લઇ ગયા હતા. આ દરમ્યાન ભાંડુ પાસે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે તકરતા ભાણાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે બાઈક ચલાવી રહેલા મામાને પણ ઇજાઓ થતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પાટણ જિલ્લાના સંબોસણ ગામે રહેતા શાંતુંજી ઠાકોર પોતાની બહેન હંસાબેનના ઘરે વડોસણ ખાતે બે દિવસ રહેવા આવ્યા હતા. જ્યાં બહેનના ઘરે જમીને તેઓ દાસજ ગામે રહેતી પોતાની સાળીના ઘરે જવાનું હોવાથી ભાણાને બાઈક લઇ આવવા જાણતા તેઓનો ભણો અજયજી ઠાકોર ગામમાંથી કોઈનું બાઈક લઇ આવ્યો હતો. આ દરમ્યાન બાઈક લઇ મામા ભાણા દાસજ મુકામે જઇ રહ્યા હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, શાંતુજી ઠાકોર બાઈક ચલાવી રહ્યા હતા તેમજ તેઓનો ભણો અજય બાઈક પાછળ બેઠો હતો. જોકે મહેસાણા થઈ ભાંડુ નજીક જતા જ પાછળ બેસેલા ભાણાને ચાલુ બાઈકે ડોલું આવી જતા બાઈક ચાલક મામાએ સ્ટેયરિંગ પર કાબુ ગુમાવી દેતા રોડ પર આવેલ ડિવાઈડર સાથે બાઈક તકરતા અકસ્માત સર્જાયો હતો.