બ્રેકિંગ@પાટણ: 2 લક્ઝરી અને ઇકો વચ્ચે ત્રીપલ અકસ્માતમાં એકનું કરૂણ મોત, 6 લોકો ઇજાગ્રસ્ત

 
Patan Accident

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ જિલ્લામાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ શંખેશ્વર-પંચાસર માર્ગ પર બે લક્ઝરી અને ઇકો ગાડી વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું તેમજ છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લામાં શંખેશ્વર-પંચાસર માર્ગ ટ્રીપલ અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ રાજસ્થાનના સુંધામાતા ના દર્શન કરી પરત ફરી રહેલ પઢાર પરિવાર શંખેશ્વર-પંચાસર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બે લક્ઝરી અને ઈકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ઇકો કારમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અકસ્માતની ઘટનામાં છ જેટલા વ્યક્તિઓને ઈજાઓ થતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ અકસ્માતની જાણ પોલીસ સહિત સ્થાનિકો દોડી આવ્યા હતા. આ સાથે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની કવાયત હાથ ધરાઇ હતી.