રાજનીતિ@ગુજરાત: રાજીનામાંના દોર વચ્ચે આજે પડશે વધુ એક રાજીનામું ? 1 MLAનો ફોન બંધ, જાણો અહીં

 
Gujarat Vidhansabha

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી અટકળો ચર્ચાઈ રહી છે. ચર્ચાઓ મુજબ કોંગ્રેસ અથવા આપમાંથી ધારસભ્યનું રાજીનામું પડી શકે છે. મળતા અહેવાલ પ્રમાણે આજે બપોરે 12 વાગ્યા પહેલા ધારાસભ્યનું રાજીનામું પડી શકે છે. સાથે સાથે એ પણ ચર્ચા ચાલી રહી છે કે જો આ ધારાસભ્યનું આજે રાજીનામું નહીં પડે તો આવતીકાલે ખેલ પાડી દેવામાં આવશે. સૌરાષ્ટ્રના એક ધારાસભ્ય નો મોબાઇલ ફોન બંધ થઈ જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે ગત રોજ રાજીનામુ આપ્યું હતું. જોકે ગુજરાતમાં 182 સભ્યોની વિધાનસભામાં AAP MLA ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ સંખ્યા ઘટીને 181 થઈ હતી, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામાં બાદ આ સંખ્યા ઘટીને 180 પર પહોંચી ગઈ છે. ચિરાગ પટેલ રાજીનામું આપતા કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 16 થઈ ગયું છે.