દુર્ઘટના@ગુજરાત: લીંબડી-રાજકોટ હાઇવે પર બે ટ્રક વચ્ચે દર્દનાક અકસ્માતમાં એક વ્યકિતનું મોત
Sat, 25 Feb 2023

અટલ સમાચાર, ડેસ્ક
લીંબડી-રાજકોટ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજયું છે. છાલિયા ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. એક ટ્રકમાં ડુંગળી ભરેલ હોય અકસ્માત થતા ડુંગળીના કોથળાઓ રસ્તા પર વેરવીખેર હાલતમાં જોવા મળ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.