રાજનીતિ@પાટણ: પાલિકાના નવનિયુક્ત પ્રમુખ સહિતનું વિરોધપક્ષે કર્યું સ્વાગત, આપી આ ખાતરી

 
Patan Nagar Palika

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ નગરપાલિકામાં નવનિયુક્ત હોદ્દેદારોએ ચાર્જ સંભાળી લીધો છે. આ તરફ આજે પાટણ નગરપાલિકાણા વિરોધપક્ષના નેતાઓએ નવીન હોદ્દેદારોને મળી બુકે આપી સ્વાગત કર્યું હતું. આ સાથે વિરોધ પક્ષ તરીકે વિકાસલક્ષી કોઈપણ કાર્યમાં યોગ્ય સહકાર આપવાની ખાતરી આપી હતી. 

પાટણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે તાજેતરમાં જ હિરલબેન અજયકુમાર પરમારની વરણી કરવામાં આવી છે. આ સાથે ઉપપ્રમુખ તરીકે હીનાબેન શાહ, કારોબારી ચેરમેન તરીકે મુકેશભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે દશરથજી ઠાકોર અને નગરપાલિકાના દંડક તરીકે મનોજભાઈ પટેલની વરણી બાદ આજે તમામે પાટણ નગરપાલિકા ખાતે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે પાટણ નગરપાલિકા કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા આશાબેન ભરતજી ઠાકોર, વોર્ડ નંબર 2ના સદસ્ય નેહાબેન વિજયકુમાર પટેલ, વોર્ડ નંબર 10ના સદસ્ય સમીમબેન યાસિનભાઈ સુમરા અને વોર્ડ નંબર 8ના સભાસદ ભરતકુમાર જયંતીલાલ ભાટીયા તરફથી નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક નું બુકે આપી સ્વાગત કર્યું હતું. આ સાથે પાટણ શહેરના વિકાસલક્ષી કોઈપણ કામગીરી કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા તરીકે યોગ્ય સહકાર આપવાની ખાતરી આપી હતી.