ચિંતા@અમદાવાદ: મેટ્રોસિટીની હવા બની ઝેરી, આ વિસ્તારોમાં વધારે પ્રદૂષણને કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો

 
Aqi

અટલ સમાચાર, ડેસ્ક

દેશના અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ હવા પણ પ્રદૂષિત થઈ છે. અમદાવાદમાં AQI 186 થયો છે. પીરાણા કરતા પણ વધુ પ્રદૂષણ શહેરના અન્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. પીરાણામાં AQI 200 છે જ્યારે રખીયાલમાં AQI 229 અને રાયખડનું AQI 216એ પહોંચ્યું છે. ચાંદખેડામાં AQI 144 જ્યારે નવરંગપુરાનું AQI 185એ પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદની હવામાં પ્રદૂષણની માત્રા વધી રહી છે. શુદ્ધ હવા જ શહેરીજનોને મળી નથી રહી. આ માટે વાહનો, ધુમાડા ઓક્તી ફેક્ટરીઓ જવાબદાર છે.

રાજ્યના અમદાવાદમાં પ્રદુષણ એ હદે વધ્યું છે કે એર ક્વોલિટી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. શહેરના પોશ વિસ્તાર એવા નવરંગપુરામાં પણ પ્રદુષિત હવામાં શ્વાસ લેવામાં લોકો મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે વાયુ પ્રદુષણના કારણે શ્વાસની બીમારીઓનું પ્રમાણ વધે તેવી નિષ્ણાંતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ દિવાળીના તહેવારો દરમ્યાન ફટાકડા ફૂટવાને કારણે હવા વધુ પ્રદૂષિત થશે તો શ્વાસ લેવું વધારે મુશ્કેલ બની જશે.