ગંભીર@પાટણ: હાઇવે પર અકસ્માતમાં 7 ના મોત બાદ પણ ખાનગી વાહનોમાં ઓવરલોડ મુસાફરો

 
Patan

અટલ સમાચાર, ડેસ્ક

રાધનપુરમાં ગઇકાલે સર્જાયેલા અકસ્માતમાં 7 લોકોના કરું મોત થયા હતા. ત્યારબાદ પણ આજે પાટણમાં ખાનગી વાહન ચાલકો ઓવરલોડ મુસાફરો ભરી દોડતા જોવા મળ્યા હતા. આજે પાટણમાં ખાનગી વાહન ચાલકો નિયમોના ઉલ્લંઘન કરી પોતાના વાહનોમાં ઓવરલોડ મુસાફરો ભરી હાઇવે માર્ગો પર દોડતા જોવા મળ્યા હતા. 

પાટણ જિલ્લાના રાધનપુર મોટી પીપળી માર્ગ પર બુધવારે થયેલા અકસ્માતમાં 7 લોકોના મોત બાદ પણ ફરી એની જ એજ સ્થિતિ સામે આવી છે. વિગતો મુજબ ખાનગી વાહન ચાલકો નિયમોના ઉલ્લંઘન કરી પોતાના વાહનોમાં ઓવરલોડ મુસાફરો ભરી હાઇવે માર્ગો પર દોડતા જોવા મળ્યા હતા. આ સાથે કેટલાક ખાનગી વાહન ચાલકો મીડિયાના કેમેરા જોઈને પોતાની ગાડીને ભાગ્યા હતા. જોકે અહી સવાલ એ થાય છે કે, શું પોલીસને આ મામલે કોઈ જાણકારી નહીં હોય ? કે પછી પોલીસની રહેમ નજર હેઠળ જ વાહન ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.