સવલત@બનાસકાંઠા: નવસારી-ધાનેરા રૂટમાં નવી બસ, પાલનપુર ડિવિઝનને 13 મીની બસો મળશે

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત એસ.ટી .નિગમ દ્વારા પાલનપુર ડિવિઝનમાં સ્લીપર, લક્ઝરી અને મીની બસ મળી કુલ 23 બસો અપાઇ હતી. જેનું સોમવારે પાલનપુર ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું. એસ.ટી .નિગમ દ્વારા 10 બેઠક વાળી ટુ બાય ટુ લક્ઝરી અને 13 મીની બસ મળી કુલ 23 બસો પાલનપુર ડિવિઝનને ફાળવાઇ હતી. 23 ડ્રાઈવરો રવિવારના સાંજે નરોડાથી બસો લઈ પાલનપુર લાવ્યા હતા.
પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે સોમવારે જુના બસ સ્ટેન્ડમાં લીલી ઝંડી આપી બસોનું પ્રસ્થાન કરાવાયું હતું. પાલનપુર નિગમના વિભાગમાંથી આ લોકાર્પણ બસો પાલનપુર, થરાદ, રાધનપુર અને અંબાજી વિભાગને ફાળવનાર છે. જેમાં સૌથી વધુ પાલનપુર વિભાગને 4, થરાદને 2 , રાધનપુરને 2, અંબાજીને 2 અને પાલનપુર ડિવિઝનનાં અલગ-અલગ ડેપોને 13 મીની બસો ફાળવાશે. નવિન લક્ઝરી બસ સેવા મંગળવારના સવારથી જ મળશે. જે પ્રસંગે યંત્રાલય તથા મધ્યસ્થ કચેરી વિભાગીય નિયામક મળી વધુ ઉચ્ચ અધિકારીઓ પાલનપુરમાં હાજર રહ્યા હતા.
આ તરફ થરાદ ડેપો દ્વારા સોમવારથી વાવ-નવસારી અને થરાદ-ધાનેરા બે નવીન બસ રૂટ શરૂ કરવામાં આવ્યા હતા. થરાદ ડેપો દ્વારા નવિન સ્લીપર બસની ફાળવણી કરવામાં આવી હતી. જે બસ સાંજે ચાર કલાકે વાવથી ઉપડીને સવારે પાંચ વાગ્યે નવસારી પહોંચશે તેમજ ત્યાંથી રાતે 8-30 કલાકે ઉપડી સવારે 7-00 વાગે વાવ આવશે. તેમજ બપોરે ત્રણ અને સવારે 6-30 વાગ્યે થરાદથી ધાનેરા મિનીબસ જશે.