ખળભળાટ @પંચમહાલ: મિશન મંગલમનું કરોડોનું કૌભાંડ ઢાંકવા જૂની તારીખના ખોટા બીલો બનાવવા લાગ્યા, સ્પેશિયલ રિપોર્ટ
કોરોના કાળમાં જ્યારે લોકડાઉન હતું ત્યારે નિદર્શન ભોજનની કોઈ વ્યવસ્થા નહોતી છતાં તેનો ખર્ચ પાડ્યો હતો. આ નિદર્શન ભોજનના સરેરાશ 50 લાખથી વધુના ખોટા બીલો બનાવવામાં આવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
પંચમહાલ જિલ્લામાં મિશન મંગલમ હેઠળ વર્ષ 2019-20 અને 2020-21 દરમ્યાન સરેરાશ 2 કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડની રજૂઆત ખુદ તત્કાલીન ડીએલએમે કર્યા બાદ તપાસ શરૂ થઈ હતી. જેમાં ગાંધીનગર સ્થિત જીએલપીસી કચેરી છેલ્લા એક વર્ષથી પંચમહાલ ડીડીઓને પત્ર લખી કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કહે છે. જેમાં અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અગાઉ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યા બાદ તાત્કાલિક અસરથી કૌભાંડમાં સંડોવાયેલા હવે જૂની તારીખના ખોટા બીલો અને વાઉચરો બનાવી રહ્યા છે. આ કૌભાંડ વિરુદ્ધ કાર્યવાહી વિલંબમાં રહ્યા બાબતે પણ ચોંકાવનારો આક્ષેપ છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
પંચમહાલ જિલ્લામાં ગુજરાત સરકારની લાઇવલી હુડ પ્રમોશન કંપનીએ ગત 2 વર્ષમાં કરોડોની રકમ આપી હતી. વિવિધ કામ લગતની આ ગ્રાન્ટમાં કૌભાંડ/ષડયંત્ર આચરી ગંભીર નાણાંકીય ગેરરીતિ પાર પાડી હતી. સંયુક્ત પ્રકારના આ કૌભાંડની રજૂઆત છેક ગાંધીનગર થતાં પ્રાથમિક તપાસ થઈ હતી. જેમાં સરેરાશ 2.29 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા વિરુદ્ધ જીએલપીસીના અધિકારીઓ પત્ર લખી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી પત્ર લખવામાં આવી રહ્યો છતાં પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી જવાબદારો શોધી એફ આઈઆર દાખલ કરાવી શક્યા નથી. આ બાબતનો ન્યૂઝ રિપોર્ટ અટલ સમાચાર ડોટ કોમ દ્વારા જાહેર થતાં જવાબદારો હરકતમાં આવી ગયા છે. ફરિયાદ દાખલ થાય નહિ અથવા દાખલ થાય તો આઇપીસી કલમોમાં રાહત લેવા અથવા ભવિષ્યમાં બચવા મથામણમાં લાગ્યા છે. કૌભાંડીઓ જૂની તારીખના ખોટા બીલો અને વાઉચરો બનાવી રહ્યા છે. કોરોના કાળમાં જ્યારે લોકડાઉન હતું ત્યારે નિદર્શન ભોજનની કોઈ વ્યવસ્થા નહોતી છતાં તેનો ખર્ચ પાડ્યો હતો. આ નિદર્શન ભોજનના સરેરાશ 50 લાખથી વધુના ખોટા બીલો બનાવવામાં આવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
જાંબુઘોડા સહિતના તાલુકાઓમાં આચરવામાં આવેલ મસમોટા કૌભાંડમાં કેમ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી થતી નથી ? આ સવાલના જવાબમાં સૌથી મોટી 2 વાત સામે આવી રહી છે. ગાંધીનગરથી એક આઇએએસ અધિકારી પંચમહાલના આઇએએસને પત્ર લખી કાર્યવાહી કરવા વિનંતી કરે છતાં કેમ કંઈ થતું નથી ? આ બાબતે 2 સૌથી મોટા કારણો ઉભરી આવી ચર્ચામાં છે. જેમાં એક તો જે તે વખતે ખૂબ મોટી રાજકીય વગ કામ કરતી હતી. આ સિવાય બીજું એક કારણ જે ચર્ચામાં છે તે ગંભીર આક્ષેપ વાળું છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, 2.29 કરોડના કૌભાંડને દાબી દેવા 31 લાખનો કથિત તોડ થયો હોઈ શકે છે. જો આ ચર્ચા સાચી હોય તો અત્યંત ગંભીર મામલો બને તેમ છે. સમગ્ર મામલે હાલના જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ એકાઉન્ટ અધિકારી કરી રહ્યા છે. જેથી એકાઉન્ટ ઓફિસરને પૂછતાં જણાવ્યું કે, તપાસ ચાલુ હોઇ હાલ કોઈ ટિપ્પણી કરી શકું નહિ.