ખળભળાટ@હાલોલ: પ્રદૂષણ કંટ્રોલના અધિકારી વિરુદ્ધ તોડ/ઉઘરાણાંની રજૂઆત, મોડસ ઓપરેન્ડીનો ઘટસ્ફોટ

 
Image
કલેક્ટરે બંધ કરાવેલા યુનિટો ગેરકાયદેસર કાગળો ઉભા કરી/કરાવી કોણે કેવીરીતે ચાલુ કરાવ્યા ??

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં પ્લાસ્ટિકના પ્રતિબંધિત શ્રેણીમાં આવતાં ઝબલા બનાવતાં યુનિટો વિરુદ્ધ કેટલાક સમય અગાઉ સૌથી મોટી કાર્યવાહી કલેક્ટરના નિર્દેશથી થઈ હતી. કલેક્ટર બદવાઈ ગયા પછી જેની મૂળ જવાબદારી છે તેવા હાલોલ સ્થિત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારીની કચેરી વિરુદ્ધ થોકબંધ અને ગંભીર ફરિયાદો ઉઠી છે. સ્થાનિક વેપારીના માણસોએ કોઈ કચેરી બાકી નથી રાખી જ્યાં પ્રાદેશિક અધિકારી પ્રદિપ દવે વિરુદ્ધ કથિત તોડ અને ઉઘરાણું કરતાં હોય તેવી ફરિયાદ ના કરી હોય. આર.ઓ પ્રદિપ દવેની કથિત તોડની ફરિયાદમાં રજૂઆતકર્તાએ મોડસ ઓપરેન્ડીનો પણ ઘટસ્ફોટ જણાવતાં ખળભળાટ મચી ગયો છે. આટલુ જ નહિ ભાજપાની વિચારધારા ધરાવતાં ફરિયાદી છેક મુખ્યમંત્રીને લેખિતમાં જણાવ્યું કે, આર.ઓ પ્રદિપ દવે ફાઇલ મુજબ લાખો રૂપિયા વસૂલે છે ત્યારે મામલો અત્યંત ગંભીર બન્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.

હાલોલ એ પંચમહાલ જિલ્લાનો તાલુકો છે અને અહિં પ્લાસ્ટિક સંબંધિત અસંખ્ય ઉત્પાદક યુનિટો કાર્યરત છે.‌ હવે રાજ્યમાં પ્લાસ્ટિકના પ્રતિબંધિત શ્રેણીમાં આવતાં ઝબલાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ ઉપર સીધી કાર્યવાહીની જોગવાઈ છે, ત્યારે હાલોલ સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આર.ઓ પહેલાંથી જ પ્રતિબંધિત શ્રેણીમાં આવતાં યુનિટો મામલે સવાલો વચ્ચે છે. આથી પંચમહાલ જિલ્લાના અગાઉના જાંબાઝ કલેક્ટરે સ્પેશ્યલ ટીમ બનાવી હાલોલ પંથકમાં ધડાધડ સ્પેશ્યલ એકસાથે કાર્યવાહી કરી હતી પરંતુ તે દરમ્યાન જે સીલ થયા તેના ફરી ધંધા શરુ કરવા/કરાવવા ગેરકાયદેસર ગતિવિધિઓ બેફામ થઈ છે. મુખ્યમંત્રીને થયેલ ફરિયાદમાં નામજોગ લખ્યું છે કે, પ્રાદેશિક અધિકારી પ્રદિપ દવે વિરુદ્ધ બી.એન.એસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવા આદેશ આપશો. જેમાં જણાવાયું છે કે, બંધ થયેલ યુનિટો ફરી શરૂ કરવા/કરાવવા 30થી35 લાખમાં તોડ થઈ રહ્યા છે. વાંચો નીચેના ફકરામાં.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી કાર્યાલય સાથે અનેક કચેરીઓમાં ગંભીર પ્રકારના આક્ષેપો સાથે ફરિયાદ થતાં રજૂઆતકર્તા આટલા હદે કેમ જાય તે સવાલ થાય. આથી સીધા જ જીપીસીબીના હાલોલ આર.ઓ પ્રદિપ દવેને પૂછતાં જણાવ્યું કે, આક્ષેપો થયા પરંતુ જેવો બીજો સવાલ કર્યો કે, તમો એવો દાવો કરશો કે, તમારા કાર્યક્ષેત્રમાં પ્રતિબંધિત શ્રેણીમાં આવતાં યુનિટો નથી ચાલતાં? તો દવે કહ્યું કે, એવો દાવો ના કરી શકું. આથી અહિં સવાલ થાય કે, દવેની કામગીરી ભયંકર શંકાનાં ઘેરામાં છે. આથી આ બાબતે સરકારશ્રીના હિતમાં અને પર્યાવરણના જતનમાં મુખ્યમંત્રી ધારે તો દવેની ગુપ્ત રાહે તપાસ કરાવી ગેરકાયદેસર લેતીદેતીનો ભાંડો ફોડી શકે છે. મુખ્યમંત્રી કેમ તે પણ વાંચો નીચે.

જાણકારોના મતે, અનેક અરજદારો ઘણાં સમયથી દવેની વડી કચેરીના મેમ્બર સેક્રેટરી અને ચેરમેનને વિગતો આપી કાર્યવાહી કરાવવા રીતસર કરગરી રહ્યા છે. આમ છતાં કાર્યવાહી નહિ થતાં જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસરને મેદાનમાં ઉતરવું પડ્યું તેવું મનાઇ રહ્યું છે. અહિં એક વાત નોંધવી પડશે કે, જો પ્રતિબંધિત યુનિટો કાર્યરત છે ત્યારે ટેક્ષ ચોરીનો મુદ્દો પણ ખુદ તત્કાલીન ચીફ ઓફિસરે ઉઠાવ્યો હતો. તો શું દવે સરકારના નાણાંકીય હિતોને અવગણી રહ્યા? તે બાબતે આગામી ન્યૂઝ રીપોર્ટમાં જાણીએ.