ગંભીર@સુરત: સિવિલ હોસ્પિટલની લોબીમાં પોપડા તૂટી પડતાં દર્દીઓ- મુલાકાતીઓમાં ભયનો માહોલ
અટલ સમાચાર, ડેસ્ક
સુરતની નવી સિવિલ હોસ્પિટલની જર્જરીત બિલ્ડિંગમાં ચોથા માળે સિલિંગ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી. G4 બહાર લોબીમાં બેસતા દર્દીઓનો પણ આબાદ બચાવ થયો હતો. દર્દીના સગાઓએ જણાવ્યું હતું કે, લોબીમાંથી પસાર થઈ ગયા બાદ ધડાકાભેર અવાજ આવતા ખબર પડી કે,લોબીની સિલિંગના પોપડા પડ્યા બસ આ બાબતે દોડીને વોર્ડના સ્ટાફને જાણ કરી હતી.
દર્દીના સગાઓએ કહ્યું કે ઘટના લગભગ 4:30 ની હતી. તેમનું દર્દી E 4માં (મહિલા) સારવાર લઈ રહી હતી. લગભગ તમામ દર્દીના પરિવારજનો લોબીમાં આરામ કરી રહ્યા હતા. આંખ ખુંલતા જ બધા પોતપોતાના દર્દી પાસે જતા હતા. તેવામાં જ અચાનક ધડાકા સાથે પોપડા પડવાનો અવાજ આવતા ભાગદોડ મચી ગઇ હતી. વોર્ડમાંથી સ્ટાફ પણ દોડી આવ્યો હતો. ઘટનાની જાણ બાદ સિક્યુરિટીને બોલાવતા તેઓ પણ દોડી આવ્યા હતા. સદનસીબે કોઈ ઇજા કે જાનહાનિ નોંધાય ન હતી.
સિવિલ સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડીંગ જર્જરીત હોવાનો રિપોર્ટ પણ સરકારને આપી દેવાયો છે. લગભગ બિલ્ડીંગ ખાલી કરી દેવા આદેશ પણ આવી ગયા છે. જોકે જેતે વિભાગના આંતરિક ઝગડાઓને કારણે હજી જૂની બિલ્ડીંગના વોર્ડમાં જ દર્દીઓને જીવના જોખમે સારવાર અપાઈ રહી છે. કેટલાક વિભાગના ડોક્ટરોએ કિડની બિલ્ડિંગમાં જ દર્દીઓ માટે વોર્ડ માગ્યા છે. જ્યારે ઇમરજન્સી અને નોન ઇમર્જન્સી દર્દીઓ ને અલગ કરી સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં વોર્ડ વહેંચવાની તૈયારીઓ કરતા વિભાગીય વડાઓ વચ્ચે વાદ-વિવાદ ચાલી રહ્યા છે. હાલ આ તમામ વાતો ચર્ચાઈ રહી છે. જોકે આ વાત ને કોઈ રદિયો મળ્યો નથી.