અપડેટ@વડોદરા: હરણી તળાવ દુર્ઘટના કેસમાં પરેશ અને ગોપાલ શાહના 8 દિવસના રિમાન્ડ મંજૂર

 
Vadodara Harani Lake

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરાના હરણી લેક ઝોન બોટ દુર્ઘટના મામલામાં કોટિયા પ્રોજેકટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ અને વડોદરા મહાનગરપાલિકાના નિવૃત TPO તેમજ કોટિયા પ્રોજેકટના ભાગીદાર ગોપાલ શાહના કોર્ટે 8 દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે. વડોદરા હરણી લેકઝોન બોટ દુર્ઘટના મામલે પોલીસે કોટિયા પ્રોજેકટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહને હાલોલ ખાતે થી અને પાલિકાના નિવૃત TPO તેમજ કોટિયા પ્રોજેકટના ભાગીદાર ગોપાલ શાહને હાલોલ ખાતેથી દબોચી લીધો હતો આજે 26 જાન્યુઆરીએ ક્રાઇમ બાન્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી વિવિધ મુદ્દાઓ પર તપાસ અર્થે આરોપીના 10 દિવસ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મજુર કર્યા હતા. 

પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ અને પાલિકાના નિવૃત TPO તેમજ કોટિયા પ્રોજેકટના ભાગીદાર ગોપાલ શાહને કોર્ટમાં રજુ કરતા સરકારી વકીલ અનિલ દેસાઈ દ્વારા આર્થિક વ્યવહારો અને દસ્તાવેજો તપાસ તેમજ બોટકાંડ બાદ ફરાર થઇ આરોપીઓએ ક્યાં ક્યાં આશરો લીધો, કોણે મદદ કરી જેવા મુદ્દાઓની દિશામાં તપાસ કરવા આરોપીના દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. સરકારી વકીલ અનિલ દેસાઈની દલીલો બાદ કોર્ટે આરોપી પરેશ શાહ અને પાલિકાના નિવૃત TPO તેમજ કોટિયા પ્રોજેકટના ભાગીદાર ગોપાલ શાહના આઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા પોલીસે હરણી લેકઝોન બોટ દુર્ઘટના મામલે કુલ 19 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અત્યાર સુધી નવ આરોપીઓની ધરપકડ કરી છે. હરણી તળાવ દુર્ઘટના કેસના હજુ સુધી 10 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસની વિવિધ એજન્સીયો કામે લાગી છે. હાલ ઝડપાયેલ તમામ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે અને રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવવાની શક્યતા છે.