પાટણ: અધાર આરોગ્ય કેન્દ્રને ગ્રામજનોએ તાળાબંધી કરતા ખળભળાટ
પાટણ: અધાર આરોગ્ય કેન્દ્રને ગ્રામજનોએ તાળાબંધી કરતા ખળભળાટ

અટલ સમાચાર,પાટણ

પાટણ જીલ્લા પંચાયતે અધાર આરોગ્ય કેન્દ્રના તબીબની વહીવટી કારણસર બદલી કરી હતી. જેથી કેટલાક દિવસો અગાઉ ગ્રામજનોએ રજુઆત કરી હતી. જોકે નવા આરોગ્ય અધિકારી આવી ગયા છતાં જુના અધિકારી પરત લાવવાની જીદે ચડેલા ગ્રામજનોએ અચાનક ગુરૂવારે સવારે આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

પાટણ: અધાર આરોગ્ય કેન્દ્રને ગ્રામજનોએ તાળાબંધી કરતા ખળભળાટ

મળતી માહિતિ અનુસાર પાટણ જીલ્લાના અધાર આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા તબીબની આરોગ્ય સેવાઓ સારી હોવા છતાં પાટણ આરોગ્ય તંત્ર ઘ્વારા તેમની બદલી કરાયાના આક્ષેપ સાથે ગ્રામજનો છેલ્લાા કેટલાંક દિવસોથી રોષે ભરાયેલા છે. બદલી બાદ નવિન આરોગ્ય અધિકારીએ ચાર્જ સંભાળી લીધો છતાં ગ્રામજનોને જુના અધિકારીની સેવાઓ જોઇએ છે.

આ દરમ્યાન નારાજગી વચ્ચે ગ્રામજનોએ આકમક થઇ  ગુરૂવારે આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી હતી. જેનાથી પંથકના  દર્દીઓ ધકકે ચડવા સાથે જીલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં દોડધામ મચી ગઇ હતી. આરોગ્ય અધિકારઓએ ગ્રામજનોનો રોષ ઠારવી દવાખાનું ખુલ્લું કરાવ્યુ હતુ. જોકે, જુના અધિકારી પરત લાવવા ગ્રામજનો મકકમ હોવાથી હજુ પણ નારાજગીનો ઉકળતો ચરૂ યથાવત છે. તબીબની બદલી રોકવામાં નહી આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારી ગ્રામજનો કરી રહયા છે.

પાટણ: અધાર આરોગ્ય કેન્દ્રને ગ્રામજનોએ તાળાબંધી કરતા ખળભળાટ