પાટણ: વિકલાંગ કલ્યાણ સંઘમાં દિવ્યાંગોને વિનામુલ્યે તાલીમ અને શિક્ષણ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

અટલ સમાચાર, પાટણ સમાજ સુરક્ષા વિભાગ માન્ય ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ, વિસનગર દ્વારા સંચાલિત વિકલાંગ તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રમાં દિવ્યાંગોને સિવણ, સ્ક્રિન પ્રિન્ટીંગ તથા ઑફસૅટ પ્રિન્ટીંગ, બુક બાઈન્ડીંગ, સંગીત, ફાઈલ મેકીંગ, ગૃહવિજ્ઞાન અને બ્યુટી પાર્લર ઉપરાંત કોમ્પ્યુટરના ઍમ.ઍસ.ઑફિસ, ડેટા એન્ટ્રી, ટૅલી એકાઉન્ટ તથા ડીટીપી વગેરેની તાલીમ વિનામુલ્યે આપવામાં આવશે. જેની પ્રવેશ પ્રક્રિયા જુન ૨૦૧૯થી
 
પાટણ: વિકલાંગ કલ્યાણ સંઘમાં દિવ્યાંગોને વિનામુલ્યે તાલીમ અને શિક્ષણ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

અટલ સમાચાર, પાટણ

સમાજ સુરક્ષા વિભાગ માન્ય ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ, વિસનગર દ્વારા સંચાલિત વિકલાંગ તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રમાં દિવ્યાંગોને સિવણ, સ્ક્રિન પ્રિન્ટીંગ તથા ઑફસૅટ પ્રિન્ટીંગ, બુક બાઈન્ડીંગ, સંગીત, ફાઈલ મેકીંગ, ગૃહવિજ્ઞાન અને બ્યુટી પાર્લર ઉપરાંત કોમ્પ્યુટરના ઍમ.ઍસ.ઑફિસ, ડેટા એન્ટ્રી, ટૅલી એકાઉન્ટ તથા ડીટીપી વગેરેની તાલીમ વિનામુલ્યે આપવામાં આવશે. જેની પ્રવેશ પ્રક્રિયા જુન ૨૦૧૯થી શરૂ થશે. સંસ્થામાં ચાલતા સ્વરોજગારીના કોમ્પ્યુટર તેમજ સિવણ, આઈટીઆઈ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર મહિલા તાલીમાર્થીને માસિક રૂ.૨૫૦૦/- અને અન્ય તમામ આઈટીઆઈ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર પુરૂષ તાલીમાર્થીને માસિક રૂ.૫૦૦/- સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને છાત્રાલયમાં નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

સ્થામાં આ ઉપરાંત મંદબુદ્ધિના બાળકોની નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા લાભાર્થીના તેમજ પ્રવેશ અપાવવા ઈચ્છતા વાલીઓને સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે. દરેક કેટેગરીના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગ નિવાસી વ્યવસ્થા કરવામાં આવી છે તથા કુમાર અને કન્યા છાત્રાલયની પણ અલગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

સંસ્થામાં તાલીમ, શિક્ષણ અને નિવાસની સુવિધા મેળવવા ઈચ્છતા દિવ્યાંગ ભાઈઓ-બહેનોને માનદ્ મંત્રી, ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ, વિકલાંગ સેવા પરીસર, વિસનગર-વિજાપુર હાઈવે, બાજીપુરા પાટીયા પાસે, મુ. કુવાસણા. તા.વિસનગર જી. મહેસાણાનો સોમવારથી શનિવારના બપોરના ૧૨ થી સાંજના ૫ વાગ્યા દરમિયના રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. પ્રવેશ મેળવવા માટે લાભાર્થીએ પોતાના ડૉક્યુમેન્ટ્સ અસલ તેમજ ઝેરોક્ષ કૉપીમાં રજુ કરવાના રહેશે. સંસ્થામાં પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે.