કાર્યવાહી@પાટણ: LCBએ ચોર ટોળકીને ઝડપી અને ઉકેલાયો 38થી વધુ ગુનાનો ભેદ, જાણો અહીં

 
Patan LCB

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ એલસીબીની ટીમ ચોર ટોળકીને ઝડપી લેવામાં સફળ રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ગેંગની એમઓ આધારે તેમના સુધી પહોંચવા માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એલસીબીની ટીમ દ્વારા એક બાદ એક કડીઓ મેળવતા આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવાઈ હતી. રાજ્યભરમાં ટોળકીએ 38થી વધારે ચોરીના ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. મહેસાણા, સાબરકાંઠા, પાટણ સહિત રાજ્યમાં 38 ચોરીના ગુનાઓ આચર્યા હોવાનું કબૂલ્યુ છે. જેમાં 25 ઘરફોડ અને 13 વાહન ચોરીની કબૂલાત ટોળકીએ કરી છે.

આ ટોળકી પાટણ અને તેની આસપાસના વિસ્તારમાં દૂધ મંડળીઓ અને દુકાનોને નિશાન બનાવતી હતી. પાટણના સરસ્વતી, હારીજ, બાલીસણા અને પાટણ શહેરમાં ચોરીના બનાવ નોંધાયા હતા. જેને લઈ પોલીસે ટોળકીને ઝડપી લેવા માટે પ્રયાસો શરુ કર્યા હતા. જેમાં પોલીસે એક સગીર ઉપરાંત 6 યુવકોને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી સોના અને ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરીની હોવાનું મળી આવ્યુ છે.

ઝડપાયેલા આરોપી

રાહુલ ઉર્ફે વિકાસ લક્ષ્મણભાઇ બજાણીયા, રહે. હિંમતનગર, પાણપુર પાટીયા, તા.હિમતનગર, જિ.સાબરકાંઠા

મેહુલ લક્ષ્મણભાઇ બજાણીયા, રહે. હિંમતનગર, પાણપુર પાટીયા, તા.હિમતનગર, જિ.સાબરકાંઠા

અનિલ ઉર્ફે અર્જુન લક્ષ્મણભાઇ બજાણીયા, રહે. હિંમતનગર, પાણપુર પાટીયા, તા.હિમતનગર, જિ.સાબરકાંઠા

જીતેશ ઉર્ફે જીતુ ઉર્ફે જેઠો બાબુભાઇ બજાણીયા, રહે મેઘ, ધરોઇ, તા. વડાલી, જિ.સાબરકાંઠા

રાકેશ અમરતભાઇ બજાણીયા, રહે વિજાપુર, નવા પાંજરાપોળની બાજુમાં, બજાણીયાવાસ, તા. વિજાપુર, જિ.સાબરકાંઠા

કરણ સરતાનભાઇ પટણી, રહે સાઇબાબા મંદિર પાછળ, પ્રદુષણ નગર, મહેસાણા