પાટણઃસાંતલપુરના સીઘાડામાં એકાએક લાગી આગ
અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લાના સાંતલપુરમાં આવેલ સીઘાડામાં રોડ ઉપરથી એક ટ્રક પસાર થઈ રહી હતી. જેમાં એકાએક આગ લાગીજતાં ટ્રકમાં રહેલ માલ-સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સાંતલપુરના સીઘાડામાં એક ટ્રક માલ-સામાનની હેરાફેરી અર્થે જઈ રહી હતી. કોઈ અગમ્ય કારણોસર તેમાં આગ લાગી જતા ટ્રક આખી જાહેર રોડ ઉપર ભડભડ
Mar 22, 2019, 14:12 IST

અટલ સમાચાર, પાટણ
પાટણ જિલ્લાના સાંતલપુરમાં આવેલ સીઘાડામાં રોડ ઉપરથી એક ટ્રક પસાર થઈ રહી હતી. જેમાં એકાએક આગ લાગીજતાં ટ્રકમાં રહેલ માલ-સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સાંતલપુરના સીઘાડામાં એક ટ્રક માલ-સામાનની હેરાફેરી અર્થે જઈ રહી હતી. કોઈ અગમ્ય કારણોસર તેમાં આગ લાગી જતા ટ્રક આખી જાહેર રોડ ઉપર ભડભડ સળગવા લાગી હતી. આ દ્રશ્ય જોઈ આજુબાજુના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. અને લોકોના ટોળા એકઠા થઈ આગ બુઝાવવા ભારે મથામણ આદરી હતી. જોકે આગની ઘટનામાં ભોગ બનેલ ટ્રકમાં આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. કે તે ક્યાંથી ક્યાં જઈ રહી હતી અને તેમાં શું માલ-સામાન ભર્યો હતો તે આ લખાય છે ત્યાં સુધી સ્પષ્ટતા થઈ નથી.