ગંભીર@પાટણ: લ્યો બોલો...સુરત જતી બસમાં ડીઝલ ખૂટ્યું, મુસાફરો અકળાયાં, જવાબદારો સામે પગલાં ભરવા માંગ

અટલ સમાચાર, ડેસ્ક
પાટણ જિલ્લાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ સુરત ડેપો સંચાલિત એસટી બસ પાટણથી સુરત જવા માટે સવારે 9:30 વાગે સુરત જવા માટે રવાના થઈ હતી. આ તરફ પાટણ-ચાણસ્મા રોડ પર આવેલ ખીમીયાણા નજીક આવતા બસમાં ડીઝલ જથ્થો ખૂટી પડ્યો હોઇ અમદાવાદ, સુરત અને વડોદરા જવા વાળા મુસાફરો રજળી પડ્યા હતા.
સુરત ડેપો દ્વારા સંચાલિત પાટણ-સુરત બસમાં ડીઝલ ખૂટી પડ્યાનું સામે આવ્યું છે. પાટણ-ચાણસ્મા હાઇવે પર ખીમીયાણા નજીક સુરત જતી બસમાં ડીઝલ ખૂટી પડ્યું હતું. આ તરફ કંડકટર દ્વારા ચાણસ્મા ડેપોને આ મામલે જાણ કરવામાં આવ્યા વાદ ચાણસ્મા ડેપો દ્વારા સર્વિસ વાનને ખીમિયાણા મોકલી એસટી બસને ચાણસ્મામાં ડેપો ખાતે લાવવામાં આવી હતી. આ તરફ પાટણ સુરત એસટી બસના કંડકટર દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરત જવા વાળા મુસાફરોને આગળથી આવતી બસોમાં રવાના કર્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાણસ્મા ડેપો ખાતે આ ડીઝલ ખૂટી પડેલ બસને લાવવામાં આવી હતી. જોકે અહીં સવાલ એ ઊભો થાય છે કે, શું એસટી તંત્ર કે ડ્રાઈવર કે કોઈને ખબર પણ નહીં હોય કે બસમાં ડીઝલ છે કે નહીં ? આવી પરિસ્થિતિમાં હવે મુસાફરોએ એસટી વિભાગ જવાબદાર જે કર્મચારી હોય તેમની સામે પગલાં ભરવા માંગ કરી છે.