રોજગાર@ગુજરાત: અમદાવાદ મહાનગરપાલિકામાં કાયમી નોકરીની તક, જાણો વધુ

 
AMC

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 15 મે ના રોજ જાહેર કરવામાં આવી હતી અને 5 જૂન 2023 સુધી ઉમેદવારો ફોર્મ ભરી શક્શે. આ ભરતીને લગતી કોઇ પણ અન્ય વિગતો મેળવવા માટે તમે ઓફિશિયલ વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ની મુલાકાત લઇ શકો છો.

કઇ કઇ જગ્યાઓ પર થશે ભરતી?

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ જગ્યા 368 છે જેમાં ગાયનેકોલોજિસ્ટ ની 11, પીડિયાટ્રિશીયન ની 12, મેડિકલ ઓફિસર ની 46, એક્સ-રે ટેક્નિશિયન ની 02, લેબ ટેક્નિશિયન ની 34, ફાર્માસીસ્ટ ની 33, સ્ટાફ નર્સ ની 09, ફિમેલ હેલ્થ વર્કર (FHW) ની 55, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની 166 જગ્યા ખાલી છે

 

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારનું ફાઈનલ સિલેક્શન નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા અથવા મેરીટના આધારે કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોને આધારકાર્ડ, કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, અભ્યાસની માર્કશીટ અનુભવનું પ્રમાણપત્ર, ડિગ્રી, ફોટો વગેરેની જરૂર પડશે

અરજી કઈ રીતે કરવી?

સૌ પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશનમાં જાઓ

હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો

હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો

હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો