રિપોર્ટ@બનાસકાંઠા: MLA ગેનીબેન ઠાકોરનો બંદૂક સાથે ફોટો વાયરલ, આપ્યું મોટું નિવેદન

 
Geniben Thakor Gun Photo

અટલ સમાચાર, પાલનપુર 

બનાસકાંઠાના વાવાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો બંદૂકવાળો ફોટો વાયરલ થયો છે. વિગતો મુજબ કોંગ્રેસના ધારાસભ્ય એક પ્રસંગમાં ગયા હતા ત્યારે તે સમયની તેમની તસવીર હોવાનું સામે આવ્યું છે. આ તરફ હાલ તેમનો ફોટો ઘણો ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ ફોટો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ પણ આવવાની શરુ થઈ ગઈ છે. 

ગેનીબેન ઠાકોરએ આ મુદ્દે ગન સાથેનો ફોટો વાયરલ થયો છે. પરિવારના લગ્નમાં મામેરાનો પ્રસંગમાં ગેનીબેન બંદૂક સાથે દેખાયા હતા. તેમના ફોટો પર આડકતરા કટાક્ષ પણ થઈ રહ્યા છે. 

શું કહ્યું ગેનીબેન ઠાકોરે ? 

ગેનીબેને કહ્યું કે, રવિવારે પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો, આ આસ્થાના સ્થળ પર આયોજિત કરવામાં આવ્યા હતા. ત્યાંના મહંત પધારવાના હતા અને મહેમાનોનું સ્વાગત બંદૂકથી કરવામાં આવતું હોય છે. જોકે બંદૂક લાયસન્સવાળી છે અને તેમાં કારતૂસ નહોતા. માત્ર મનોરંજન અને પ્રા=ણાલિકા પ્રમાણે બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગેનીબેન ઠાકોરે વર્ષ 2012માં વાવની ટિકિટ મળી હતી પરંતુ તેમની હાર થઈ હતી. આ પછી વર્ષ 2017માં તેઓ વાવથી જીત્યા હતા અને 2022 ભાજપે તમામ જૂના રેકોર્ડ તોડીને 156 બેઠકો જીતી લીધી હતી. આમ છતાં વાવની બેઠક ગીતાબેનના હાથમાં જ રહી હતી. કોંગ્રેસ 2022માં યોજાયેલી ચૂંટણીમાં માત્ર 17 જ બેઠકો જીતવામાં સફળ થઈ હતી.