ગંભીર@ગુજરાત: PI તરલ ભટ્ટે 1200 કરોડના સટ્ટાકાંડમાં પણ કર્યો હતો મોટો તોડ ? જાણો શું છે સમગ્ર મામલો
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી પકડવામાં આવેલ સટ્ટા બેટીંગ કૌભાંડ તેમજ ડબ્બા ટ્રેડિંગની અંદર17 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ઘણાખરા આરોપીઓની રાજ્યબહારથી પણ ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદની અંદર સટ્ટાબેટીંગ કિંગ અમિત મજેઠીયા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ SITની રચના કરવામાં આવી હતી.જેની અંદર ઉચ્ચ અધિકારીથી માંડી PI કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવી હતી.
તપાસમાં તરલ ભટ્ટ તેમજ તેમના વહિવટ દ્વારા લાખોથી કરોડો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જેની જાણ વાયુવેગે DG ઓફિસ સુધી પહોંચી હતી, ત્યારબાદ સમગ્ર સટ્ટા બેટિંગની તપાસ PCB પાસેથી લઈને SMC એટલે કે સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી હતી અને તરલ ભટ્ટની બદલી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. તેમજ તેમના વહિવટદાર અને મળિતાઓની અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તરલ ભટ્ટની જુનાગઢ બદલી થયા પછી વધુ એક તોડકાંડ સામે આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. તે
વહીવટદાર નૌશાદ, તુષારદાન ગઢવી અને હિંમતસિંહ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. આ તમામ સામે આરોપ છે કે તેમણે સટ્ટાકાંડના આરોપીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા.55 લાખનો તોડ કરી 15 લાખ પરત આપ્યા હતા. ગેંગના કેટલાક પોલીસકર્મી કમ વહિવટદારોની ગંભીર ભૂમિકાઓ સામે આવી હતી. જે અંગે વિજિલન્સે તપાસ આદરી હતી, આ મામલે પુરાવા એકત્રિત કરીને ટૂંકાગાળામાં ACBને રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટ પછી ACB ડિપાર્ટમેન્ટ લાંચ રૂશ્વતની કલમ હેઠળ ગુનો નોંધીને તરલ ભટ્ટ અને તેમના વહિવટદારો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરશે.