તૈયારી@મહેસાણા: 30 ઓકટોબરે PM મોદીની ખેરાલુમાં સભા, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ ?

 
Pm Modi

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના છેલ્લા દિવસોમાં ગુજરાતની મુલાકાત લેશે. અહેવાલ મુજબ 30 અને 31 તારીખે રાજ્યની મુલાકાતે આવશે. ઉત્તર ગુજરાતની ખેરાલુ વિધાનસભા ખાતે વિવિધ લોકાર્પણના કામો સહિત સભા સંબોધન કરશે. 31 ઓક્ટોબર કેવડિયા ખાતે એકતા પરેડમાં પણ હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 30 ઓકટોબરે ખેરાલુના ડભોડામાં સભા યોજાવાની છે. ડભોડા નજીક વિશાળ સભા મંડપ અને 3 હેલિપેડ તૈયાર કરાયા છે. ત્યારે ₹5866 કરોડના 16 વિકાસના કામોની પીએમ મોદી ભેટ આપશે.

PM મોદી મહેસાણા જિલ્લાને ₹3724 કરોડના 6 વિકાસના કામોની ભેટ આપશે. સાથે જ ₹3154 કરોડના ભાન્ડુ-સાણંદ રેલવે કોરિડોર પ્રોજેક્ટની ભેટ આપશે. ₹375 કરોડના કટોસણ-બહુચરાજી રેલવે લાઈન પ્રોજેક્ટની પણ ભેટ આપશે. પીએમ મોદી કરોડોના 7 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે અને 4 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. 

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની બે દિવસય મુલાકાતને લઈને ગુજરાત ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજા દિવસે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે, મહત્ત્વનું છે કે, ટૂંકા અંતરે પીએમ મોદીનો આ બીજો ગુજરાત પ્રવાસ છે. પીએમ મોદી આ પહેલા 26 અને 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે હતા, તે પછી તેઓ છોટાઉદેપુર લોકસભા મતક્ષેત્રના બોડેલી ખાતે વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને બહોળી સંખ્યામાં જનમેદનીને સંબોધી હતી.